20 June 2012

ડિપ્રેશનથી પ્રભાવિત સેક્સલાઈફ

ડિપ્રેશનથી પ્રભાવિત સેક્સલાઈફ




ડિપ્રેશન જ્યારે કોઈ વ્યક્તિના દિલોદિમાગમાં ઘર કરી જાય છે ત્યારે તે તેના જીવન પર જબરજસ્ત પ્રભાવ પાડે છે. તમારા રોજિંદાં કામ-કાજ, વાત-ચીત અને સેક્સલાઈફ બધાં જ પર ડિપ્રેશનની ખરાબ અસર પડે છે. સેક્સલાઈફનો ડિપ્રેશન સાથે વળી શું સંબંધ? પરંતુ હા! સંબંધ છે.



માનસિક તણાવથી ઘેરાયેલી વ્યક્તિ પોતાના પાર્ટનરની સાથે સ્વસ્થ સેક્સ માણી શકતી નથી અને આ વાત વિજ્ઞાન પણ સિદ્ધ કરી ચૂક્યું છે.



જો તણાવગ્રસ્ત વ્યક્તિ પોતાના પાર્ટનરને પોતાની નજીક આવવાની ના ભણી દે તો તે માત્ર સામેવાળાની ભાવનાઓને ઠેસ જ નથી પહોંચાડતી પરંતુ પોતાના તણાવને પણ વધારી નાખે છે. આથી યાદ રહે કે તમે કોઈ પણ બાબતને લઈને તણાવગ્રસ્ત હો તો પોતાના પાર્ટનર સાથે સેક્સ કરવાની ના ક્યારેય ન પાડશો. આવા સમયમાં તમારે પ્રેમ, હૂંફ, વિશ્વાસ અને ટેકાની જરૃર હોય છે, જેનો અનુભવ સેક્સ કરીને સરળતાથી મેળવી શકાય છે.



ડિપ્રેશનના સમયે શું થાય છે?

સામાન્ય રીતે ડિપ્રેશનમાં હોય ત્યારે લોકો સેક્સમાં રુચિ બતાવવાનું બંધ કરી દે છે. તેઓ વિચારે છે કે સેક્સ માત્ર મોજ-શોખની જ વસ્તુ છે, પરંતુ સત્ય તો એ છે કે સેક્સ તમારા આત્મવિશ્વાસને તો વધારે જ છે સાથે વ્યક્તિને તણાવગ્રસ્ત જીવનમાંથી સામાન્ય જીવનમાં ખેંચી લાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.



ડિપ્રેશનમાં સરી પડયા પછી મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે પોતાની સામાન્ય લાઈફમાં પાછા આવતા તેમને ઘણો સમય લાગશે. આ જ કારણ છે કે તેમની અંદર પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ અથવા તો નજીક આવવાની ભાવના પણ ખતમ થઈ જાય છે. આવામાં જો પાર્ટનર જબરજસ્તી સેક્સ માટે ઉક્સાવતો હોય તો વ્યક્તિમાં ચીડિયાપણું પણ દેખાવા લાગે છે અથવા પાર્ટનરની ઈચ્છા પૂર્ણ કરવા માટે સંભોગ કરે તો પણ કોઈ પણ ભાવ કે આનંદ વિના.

પાર્ટનરે શું કરવું?

કોઈ પણ વ્યક્તિના ડિપ્રેશનમાં જતા રહ્યા પછી તેના પાર્ટનરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ જ એવા સાથી છે કે તે પોતાના પાર્ટનરને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે. જો તમારો પાર્ટનર પણ ઘણાં અંશે ડિપ્રેશ હોય તો તેને એકદમ જ સેક્સ માટે પ્રેરિત કરવો જોઈએ નહીં, આમ કરવાથી તે ચિડાઈ શકે છે. એ વાતનું ધ્યાન રહે કે તમે તમારા પાર્ટનરને પોતાની નજીક લાવવામાં સફળ થઈ જાઓ છો તો તે તેના માટે સૌથી મોટી અને અસરકારક દવા હશે, કારણ કે સંભોગ દરમિયાન ઉર્ત્સિજત થનારા હોર્મોન માનસિક તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. આ માટે સૌથી પહેલાં તમે તમારા ડિપ્રેસ્ડ પાર્ટનરને એકાંતમાં લઈ જઈને બેસીને વાત કરો. તેને એ વાતનો અહેસાસ કરાવો કે જિંદગીમાં ઉતાર-ચઢાવ તો આવતા જ રહે છે. તેને યથાર્થ સાથે લડવા માટે તૈયાર કરો. તેને ખુશીઓ અને આનંદમાં વીતેલી એ ક્ષણોની યાદ અપાવો. વાત કરતાં કરતાં તેને ભેટી પડો. અહીં તમારો સ્પર્શ તમારા તણાવગ્રસ્ત પાર્ટનરને બદલી નાખશે. ધીરે-ધીરે ચુંબન અને ફોરપ્લે, પછી સંભોગ સુધીની સફળ નિશ્ચિતરૃપે તમારા પાર્ટનરને માનસિક રાહત આપશે.



No comments:

Post a Comment